Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના એક ગામે સાત વર્ષની બાળકીને ઉઠાવી જનાર યુવક ઝડપાયો.

Share

મુળ બહારથી આવીને રોજગાર માટે હાલ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર તાલુકાના એક સ્થળે પડાવ નાંખીને રહે છે, અને અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં એક સાત વર્ષીય બાળકી પણ રહે છે. દરમિયાન ગત તા.૮ મી ના રોજ પરિવારના સભ્યો રાત્રે અગિયારેક વાગ્યાના સમયે ઝુંપડાની સામે ખાટલા નાંખીને સુઇ ગયા હતા. આ લોકો રાતના ત્રણેક વાગ્યે વરસાદનું ઝાપટું આવતા ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે બાળકી તેની પથારીમાં હતી નહિ. તેથી બાળકીના માતાપિતા અને પરિવારના સભ્યો તેને આજુબાજુમાં શોધવા નીકળ્યા હતા. દરમિયાન ત્યારબાદ સાડા ચારેક વાગ્યાના સમયે અંધારામાં એક અજાણ્યો છોકરો આ બાળકીને લઇને ઉભેલો જણાયો હતો. બાળકીના પિતાએ દોડીને તેને પકડી લીધો હતો. આ છોકરાને પુછતા તેણે તેનું નામ વિશેષ ઉર્ફે છોટુ જીતેન્દ્ર ચૌહાણ હાલ રહે.માંડવા તા.અંકલેશ્વર અને મુળ ઉત્તરપ્રદેશના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીને પુછતા તેણીએ જણાવ્યું હતું કે આ છોકરો તેને ઉંચકીને રોડની બાજુમાં લઇ ગયો હતો અને હાથથી તેને મારતો હતો. આ અંગે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરાતા આ છોકરાને પોલીસના માણસો પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. આ છોકરો આ બાળકીને કોઇ ગુનાહિત ઇરાદે ઉપાડી ગયો હોવાની શંકા સાથે છોકરીને ઘસડીને તેમજ મારીને ઇજાઓ પહોંચાડતા બાળકીના પિતાએ તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળની કોંગ્રેસ સમિતિએ તાલુકામાં કોરોનાથી અવસાન પામેલા ૨૭૫ લોકોના સહાય ફોર્મ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સુપ્રત કર્યા.

ProudOfGujarat

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં સારવાર ને લઇને ડો.શેખ ની બેદરકારી નો મામલે, બેદરકારી દાખવનાર ડોકટર ની મહિસાગર જિલ્લામા બદલી કરાઇ.. અગાઉ 2 મહિના થી વઘુ સમય દરમ્યાન લીંમડી ના રાણાગઢ મા ડેપ્યુટેશન માટે મૂકાયા હતા.

ProudOfGujarat

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!