Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ગુ. ઉર્જા વિકાસ નિગમ લિ.ના તાબા હેઠળની સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ 3 અને વર્ગ 4 ના ટેકનિકલ કર્મચારીઓના વર્ષોથી પડતર માંગણીઓ મામલે ખેડા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. નજીકના દિવસોમાં સરકાર કોઈ નિર્ણય નહી લે તો નવરાત્રીમા અંધારપટની ચિમકી પણ ઉચ્ચારી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જી.યુ.વી.એન.એલ.ના તાબા હેઠળના વિવિધ કંપનીમાં વર્ગ-3 અને 4 ના ટેકનિકલ કર્મચારીઓના લાંબા સમયથી પેન્ડિંગ માંગણીઓ છે, જે અંગે વારંવાર રજુઆત થયેલ હોય તેમ છતાં નિરાકરણ થવામાં વિલંબ થતો જણાય છે. જે અંગે અમારા ટેકનિકલ કર્મચારીઓ પોતાના જીવના જોખમે રાત દિવસ જોયા વિના પોતાના પરિવારની પરવા કર્યા વગર રાજ્યની જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી જીવના જોખમે નોકરીની કલાકો ગણ્યા સિવાય નિષ્ઠાપૂર્વક નિભાવે છે જેમાં કોરોના જેવી મહામારી તેમજ કુદરતી આફતો જેવી કે વાવાઝોડા, પૂર હોનારત, અતિવૃષ્ટિ વગેરેમાં પોતાના જીવના જોખમે કામ કરતાં હોય અને કંપનીને તમામ પ્રસંશા પત્રો કંપનીને આપવામાં આવેલ. વીજ પુરવઠો પ્રથમ નંબરની આવશ્યક સેવા હોય અને જે આવશ્યક સેવામાં 24X7 – 365 દિવસ ટેકનિકલ કર્મયારી ફરજ બજાવતા હોય છે તો અંગે આવી વિસમ પરિસ્થિતીમાં નિસહાયની લાગણી અનુભવે છે તેમજ કારમી મોંધવારીમાં વિકટ બનતા જીવવું મોંઘું બને છે.

અમે ધોરણ-10 પાસ + 2 વર્ષ આઈટી આઇ. પાસ 2 વર્ષ એપ્રેન્ટિસશીપ ત્યારબાદ NCVT ની પરીક્ષા પાસ તેમાં પણ મેરીટ ઉંચુ ત્યારબાદ લેખિત પરીક્ષા પણ પાસ અને છેલ્લે CT પોલ ક્વોમ્બિંગ (10 મીટરનો ઉંચો લોખંડનો ગડર-થાંભલો ચડવો અને તે પણ ચોક્કસ સમય મર્યાદામાં અને તેમાં પણ ઓછા સામાની સ્પર્ધા આટલી લાયકાત હોવા છતાં અમોને બિનકુશળ કર્મચારી તરીકે પટાવાળા, બગીચાના માળી. સફાઈ કામદાર વગેરેની સમકક્ષ ગણવામાં આવે છે આથી અમોને પસંદગી માટે શૈક્ષણિક ધારા ધોરણ કામની કુશળતા અને કાર્યક્ષેત્રને લગતી કામગીરી અન્ય ઓફિશિયલી કામગીરી કરતાં ઈલે. આસી.ને કુશળ કર્મચારી ગણી વર્ગ-4 માંથી વર્ગ-3 માં સમાવેશ કરવો અને વર્ગ-3 ને મળવા પત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા દૂર કરવા માંગણી કરીએ છીએ. આ ઉપરાંત પરીપત્રોની વિસંગતતા દૂર કરવી, લાઈફ રિસ્ક એલાઉન્સ આપવુ, ફિલ્ડ એનાઉન્સ, ઓવર ટાઈમ તથા કામના કલાક અને વીએસઈએલ આસિસ્ટન્ટ વિગેરે પડતર માંગણીઓ મામલે રજૂઆત કરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યાભવન G.I.P.C.L એકેડમીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ.

ProudOfGujarat

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!