Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ઉમલ્લા ભાલોદ પંથકમાં ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ પંથકના ગામોમાં ગણપતિ દાદાને ભવ્ય વિદાય આપવામાં આવી.

Share

દસ દિવસ નું આતિથ્ય માણીને વિદાય લેતા વિઘ્નહર્તા ગણપતિ દાદાના વિસર્જન ના કાર્યક્રમ આજે ઠેર ઠેર યોજાય છે.ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા અને ભાલોદ ગામોએ તેમજ આ પંથકના ગામોમાં દસ દિવસ નું ભક્ત સમુદાય નું મોંઘુ આતિથ્ય માનીને દુંદાળા દેવ ગણેશજી આજે આનંદ ચૌદસ ના દિવસે વિદાય લઇ રહ્યા છે,ત્યારે રાજપારડી ઉમલ્લા ભાલોદ અવિધા સારસા વણાકપોર ઉપરાંત આ પંથકના ગામોએ બેસાડેલ ગણપતિ દાદા ની પ્રતિમા ઓને નર્મદા મ‍ાં વિસર્જિત કરાતી હોયછે.રાજપારડી ઉમલ્લા ભાલોદ અવિધા જેવા મોટા ગામોએ વિસર્જન નિમિત્તે ભવ્ય સરઘસો નિકળ્યા.આનંદ ચૌદસ ના આનંદમય દિન નિમિત્તે ભક્તજનોમાં મોટો આનંદ જોવા મળ્યો.પંથકના વિવિધ ગામોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ દાદાના વિદાય જુલુશો નિકળ્યા.આમ ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ માં ભક્ત સમુદાય માં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો.અને આવતા વર્ષે પાછા પધારજો એમ કહીને ગણપતિ દાદાને ભવ્ય વિદાય અપાઇ.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના ગારદામાં નળ સે જલ યોજના છતાં પાણી માટે વલખાં…

ProudOfGujarat

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

ProudOfGujarat

ज़ी स्टूडियोज प्रस्तुत कर रहे है सुपरस्टार सुदीप और सुनील शेट्टी अभिनीत एक्शन ड्रामा फिल्म “पहलवान”.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!