Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા સેન્ટ્રલ જેલમાં ચકચારી ઘટના, ત્રણ કેદીઓએ એસિડ ગટગટાવ્યું.

Share

વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજે ખળભળાટ મચાવનારી એક ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં જેલના બેરેકમાં એક સાથે ત્રણ જેટલા કેદીઓએ એસિડ ગટગટાવી લેતા ભારે દોડધામ મચી હતી. ઘટનામાં ઠગ હર્ષિલ લીંબચીયા સહિત ત્રણ કેદીઓએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જેલમાં જેલર દ્વારા કેદીઓને ત્રાસ આપી જેલર દ્વારા ટિફિન બંધ કરાવ્યું હોવાનું રટણ હર્ષિલ લીંબચીયા દ્વારા કરવામાં આવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં બંધ કેદીઓ પાસે એસિડ કેવી રીતે આવ્યું તેવા સવાલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં જેલ સ્ટાફ કેદીઓને લઈ એસ.એસ.જી હોસ્પિટલમાં પહોંચ્યો છે, જ્યાં તમામ કેદીઓની હાલત સ્થિર છે, તેમજ તમામને સારવાર અપાઇ રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચમાં આગામી ૨૮મી મે સુધી યલો એલર્ટ : વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં તંત્ર નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી અને સિવિલ હોસ્પિટલ બહાર ધરણાં યોજયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!