Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા સુગર ધારીખેડાને 21 મો નેશનલ એવોર્ડ મળતા અમલેથા ગામે સુગર ચેરમેન સહિત ટીમનું સન્માન કરાયુ.

Share

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા l ને આ વર્ષે વધુ એક રાષ્ટ્રીય એવોર્ડ મળતા બદલ ખેડુતોમાં અને સુગર પરિવાર, સભાસદોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.જે અનુસંધાને આમલેથા ગામના ખેડૂતો અને અન્ય ગામના ખેડૂતો દ્વારા સુગરનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમનું ખાસ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

નર્મદા સુગર અત્યાર સુધીમાં 14 નેશનલ ફેડરેશનના એવોર્ડ, સુગર ટેકનોલોજી ઓફ એસોસિયેટના 2, નેશનલ કો.ઓ.ડેવલપમેન્ટ કોર્પોરેશન 01 અને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ ગાંધીનગરના 4 એમ કુલ 21 એવોર્ડ મેળવી ચુકી છે. નર્મદા સુગરને આ 21 મો રાષ્ટ્રીય એવોર્ડ મળતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, તેમની ડિરેક્ટરોની ટીમ, નર્મદા સુગર પરિવાર અને ખેડૂતો માં ખુશીની લહેર પણ જોવા મળી છે. એવોર્ડ બદલ નર્મદા સુગરની ટિમને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી નરેન્દ્ર પટેલ સહિત ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ, કમલેશ પટેલ, રાજેશ વસાવા સહિત આગેવાનો જોડાયા હતા અને સુગરની સમગ્ર ટીમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આજે નર્મદા સુગરને 21 મો એવોર્ડ મળ્યો એ આપણા સૌ ખેડૂતભાઈઓ માટે ગૌરવની વાત છે. ઘનશ્યામ પટેલના નેતૃત્વમાં સુગરના પારદર્શક વહીવટને કારણે પ્રતિ વર્ષ સુગરની સારી કામગીરીને કારણે રાજ્ય અને રાષ્ટ્ર્ર કક્ષાના અત્યાર સુધી 21 એવોર્ડ મળી ચુક્યા છે. જે તેના ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને આભારી છે. મને ગર્વ છે કે એક માંદી ફેક્ટરીનો વહીવટ ઘનશ્યામભાઈ ને સોંપ્યો તો પણ આજે દેશની ટોપ હરોળમાં નર્મદા સુગરને પહોંચી છે એનો મને ગર્વ થાય છે. આજે 11.31,લાખ મેટ્રીક ટન શેરડીના પિલાણ કર્યું છે જેનું ફાયનલ પેમેન્ટ 145 કરોડ રૂપિયા આગામી 4 ઓક્ટોબર 2022 ના રોજ અંદાજીત 7 હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન રૂપિયા જમા કરવામાં આવશે. આટલી માતબર રકમ જિલ્લામાં વિતરણ થશે. આપણાં ખેડૂતોના ખાતામાં જશે જે આપણા માર્કેટમાં વપરાશે. આ કઈ નાનીસુની વાત નથી આવી કામગીરી બાદલ મારુ તો માનવું છે નર્મદા સુગરની ટીમનું ગામે ગામ સન્માન થવું જોઈએ.

Advertisement

આ પ્રસંગે આ અંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બેસ્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ હાઈ રિકવરીના એવોર્ડ માટે દેશની લગભગ ૪૫૦ જેટલી કો-ઓપરેટીવ સુગરની ફેક્ટરીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી. એમાં ખાસ કરીને
ફાયનાન્સસીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં જે સુગર ફેક્ટરીનું સ્ટ્રોંગ બેલેન્સ શીટ હોય, સુગરનો કરકસર વહીવટ હોય, વ્યાજ ખર્ચ ઓછો હોય, એ ઉપરાંત જુદા જુદા પ્રકારના પ્રોવિઝનો જેવા કે ઘસારો, બજેટરી પ્રોવિઝનહોય, એકાઉન્ટિંગ મેથડ પ્રમાણે આ બધા પ્રોવિઝનના પાસાને ધ્યાનમાં રાખીને જે સુગર ફેક્ટરી નું બેસ્ટ પ્રોવિઝન હોય એને એવોર્ડ આપવામાં આવે છે. એમાં આ વર્ષનો 2021.22ના વર્ષનો પ્રથમ નેશનલ એવોર્ડ નર્મદા સુગર ધારીખેડાને મળ્યો છે.એ મારી સુગરની ટીમને આભારી છે

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન સક્રીય થતા બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નવા ડી.ડી.ઓ તરીકે યોગેશ ચૌધરીની નિમણુક કરાઈ.

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!