Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો યુવાધનમાં થનગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે બાળકોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌ પ્રથમ માતાજીની આરતી, થાળ કરી પ્રસાદની વહેંચણી કરી હતી. નાના ભૂલકાંઓ માતાજીના ગરબાની સાથે ટીમલી, રેલગાડી, સનેડો મન મૂકીને ઘુમ્યા હતા. બાળકીઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા. શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એસ.એમ.સી પરિવાર અને ગામના યુવાનો તેમજ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ ઉપસ્થિત રહી નવરાત્રી ઉત્સવમાં સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના કિશનવાડીમાં ક્રિકેટ મેચ સટ્ટાના જુગારધામ પર દરોડો

ProudOfGujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ મુસ્લીમ વેપારીઓ દ્વારા પોતના વેપાર  ધંધા બંધ રાખી ભારત બંધ એલાનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.

ProudOfGujarat

બંને મંજુર : આણંદ : ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન થયા, પરિવારના ડરથી પોલિસ રક્ષણ માંગ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!