Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું.

Share

ભરૂચ તાલુકાના કિશનાડ ગામના મુખ્ય માર્ગ ઉપર ગત મોડી રાત્રીના એક મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. મગર દેખાયાની જાણ સરપંચ મહેશ પાટણવાડીયાને થતા તેઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મીઓ કિશનાડ ગામે આવી પહોંચ્યા હતા. વન વિભાગના કર્મીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી મગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. મગર જાહેર માર્ગ ઉપર આવી જતા ગ્રામજનો મગરને નિહાળવા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા મગરનું રેસ્કયું કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઑક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંના પર્દાફાશ..!

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદે ફરી માર્ગો પરનાં ખાડા ચર્ચાનું કેન્દ્ર બન્યા, ઠેર-ઠેર ખાબોચિયા સમાન ખાડા લોકો માટે મુશ્કેલીઓ સમાન..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!