Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાં ના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ભેગા થઇ જુગાર રમતા ચાર જેટલા ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ખળભળાટ મચ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે મામલે (૧) નિલેશભાઈ વિનોદભાઈ મિસ્ત્રી રહે. પુષ્પધન બંગલોઝ લિંક રોડ ભરૂચ (૨) નરેન્દ્ર ઉર્ફે કાલુ મહેશભાઈ વસાવા રહે,રેલવે કોલીની ભરૂચ (૩) સંતોષ ઉર્ફે જયેશભાઇ મિસ્ત્રી રહે,વેજલપુર પારસીવાડ તેમજ (૪) અમિતભાઈ હેમંતકુમાર શાહ રહે,લલ્લુભાઈ ચકલા ભરૂચ નાઓને ઝડપી પાડી તમામ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત કુલ ૯૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

રાજપીપળા ખાતે યોજાયેલ સંવિધાન બચાવો ચિંતન શિબિર માં જીગ્નેશ મેવાનીએ ભાજપ અને આર. એસ.એસ ઉપર કર્યા પ્રહારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!