Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : બિલોદરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

Share

નડિયાદ તાલુકાના જુના બિલોદરા ગામે રહેતા 65 વર્ષિય કાનજીભાઈ શકરાભાઈ સોઢા પોતાનુ મોટરસાયકલ ઉપર વહેલી સવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા. તેઓ સામાજિક પ્રસંગે જવા નીકળ્યા હતાં. આ દરમિયાન નડિયાદ નજીક રોડ ઉપર બિલોદરા ગામની સીમમાં કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આથી ગંભીર રીતે ગવાયેલા કાનજીભાઈ સોઢાને સ્થાનિકોએ તુરંત નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ કાનજીભાઈનુ કરૂણ મોત નિપજયું હતું. આ સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક ભત્રિજા રાહુલભાઈ સોઢાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચનાં વાંસી ગામે પ્રથમવાર સમૂહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

હૈદરાબાદમાં રોકસ્ટાર ડીએસપી ભારત પ્રવાસ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકારે તેમના અદભૂત પ્રદર્શનનું ઉત્તેજક ટીઝર રિલીઝ કર્યું

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!