Proud of Gujarat
INDIAFeaturedGujarat

મોટા સમાચાર – આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ સત્તાવાર જાહેર કર્યું.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટનીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાની રણનીતિઓ ઘડીને આગળ વધી રહ્યા છે, તેઆ બધામાં આમ આદમી પાર્ટી બધી પાર્ટીઓ કરતા વધુ પડતું રસપ્રદ કાર્ય આ ચૂંટણીઓમાં કરતી નજરે પડી રહી છે, પ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા તો હવે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રીના ચહેરા તરીકેનો એક સર્વે કરવામાં આવ્યો હતો અને એમાં પૂછવામાં આવ્યું હતું કે જો ગુજરાતમાં આપ ની સરકાર બને તો તેઓ કયા વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે જોવા માંગી રહ્યા છે, આપ ના આ સર્વેમાં ૧૬ લાખથી વધુ લોકોએ ભાગ લીધી હતો, જેમાં ૭૦% સમર્થન ઇસુદાન ગઢવીને મળ્યો હોય આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પ્રદેશ આપ ના નેતાઓની ઉપસ્થિતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગાંધીનગર : દહેગામમાં તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

નાંદોદના આમલેથામાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવાઇ.

ProudOfGujarat

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!