Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

Share

ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક મહિના પહેલા ઝઘડીયા મામલતદારને પુછેલા પ્રજાલક્ષી પ્રશ્નનો સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીએ આજરોજ તા.૧૩ મીના રોજ રાજપારડી ચાર રસ્તા નજીક એક દિવસના પ્રતિક ઉપવાસ આદર્યા છે.આ પહેલા સોશીયલ મિડીયામાં ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક સંદેશ માં જણાવ્યુ હતુ કે મામલતદાર ઝઘડીયાને મેં ટેલિફોનીક માધ્યમથી પુછેલા પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે મને સંતોષજનક જવાબ મળ્યો નથી.તેથી હું રાજપારડી ચાર રસ્તા પર તા.૧૩ મીના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશ.જે મુજબ આજરોજ મહામંત્રીએ શરુ કરેલ ઉપવાસ દરમિયાન માજી તાલુકા ભાજપા પ્રમુખ નરેન્દ્ર વસાવા અને અન્ય કાર્યકરો એ તેમને સમર્થન આપ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરાના ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા : પ્રફુલ્લિત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેઠકો યોજી શકાશે.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૨૬૫ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!