Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં યાદી બહાર પાડવાનું આ છે કારણ.

Share

ભારતીય જનતા પાર્ટીની પેટર્ન એવી છે કે ફોર્મ બહાર પાડવાના ચાર-પાંચ દિવસ પહેલા ઉમેદવારોની જાહેરાત કરે છે. આ પેટર્ન આ વખતે પણ જોવા મળી છે. તેનું કારણ એ છે કે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોથી પક્ષને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષોથી ભાજપની અંદર જોવા મળ્યું છે ત્યારે હજુ પણ 182 માંથી 22 ઉમેદવારોના નામો જાહેર થવાના બાકી છે.

તે છતાં પણ ક્યાંક વિરોધ તો જોવા મળતો જ હોય છે ત્યારે આજે પણ ભાવનગરની મહુઆ બેઠક પર આક્રોશ જોવા મળ્યો હતો અને 300 થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામા આપ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે કોઈ મોટો વિરોધ જોવા નથી મળ્યો પરંતુ ક્યાંક નારાજગી તો અંદરખાને હશે જ કેમ કે, 38 સિટીંગ ધારાસભ્યોના પત્તા કાપવામાં આવ્યા છે.

Advertisement

ખાસ કરીને અગાઉ જો યાદી જાહેર કરે તો ભારે વિરોધ થઈ શકે છે માટે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે અને તેઓ સચવાય તે માટે પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં અસમંજસની સ્થિતિ સર્જાય નહીં તે માટે પણ અંતિમ ઘડીમાં આ લિસ્ટ જારી કરવામાં આવે છે. જો અંદરો અંદર ભડકો થાય તો ભાજપને નુકસાન થઈ શકે છે. જો કે અત્યારે ડબલ એન્જિન સરકારના કારણે આ વિરોધ ખુલીને સામે આવવો પણ મુશ્કેલ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે 182 માંથી 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધા છે. કેટલાક જૂના ઉમેદવારને રિપીટ છે તો કેટલાકને રિપીટ નથી કરાયા. આ એવા ઉમેદવારો છે જે જ્ઞાતિના સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતવામાં મદદ કરી શકે છે.


Share

Related posts

અખબારોમા લોનની લોભામણી જાહેરાતો આપીને છેતરપીંડી કરતા પતિ-પત્ની ને પકડી પાડતી પંચમહાલ સાયબર પોલીસ

ProudOfGujarat

ભરૂચ ના આલી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા નો પ્રયાસ કરાયો, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

ખેડામાં NRI યુવાની પરિવાર સાથે વતનમાં અનોખી એન્ટ્રી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!