ગુજરાત વિધાનસભા ચૂંટણીની મોસમ પુર જોશમાં જામી છે તે વચ્ચે રાજકીય દાવપેચ પર તેની ચરમસીમાએ પહોંચ્યા છે, ખાસ કરીને ભરૂચ જિલ્લાની પાંચ પૈકીની ઝઘડિયા વિધાનસભા બેઠક પર રાજકીય માહોલમાં સતત ગરમાવો આવી રહ્યો છે, જ્યાં બીટીપી ના ઉમેદવાર મહેશ વસાવાએ બી.જે.પી માં ઉમેદવાર રિતેશ વસાવાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે.
બીટીપી ઉમેદવાર મહેશ વસાવાએ કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા આદિવાસી ન હોવાનો આક્ષેપ કરાયો છે,મહેશ વસાવાએ પત્રમાં લખ્યું છે કે ૧૫૩ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તાર (અ.જ.જા) માં ભારતીય જનતા પાર્ટી ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં રીતેશભાઈ રમણભાઈ વસાવાનું નામ ઉલ્લેખ કરેલ છે. જોકે એના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ૩૧-૮-૨૦૦૯ ના મામલતદાર એ આપેલ પ્રમાણ પત્રમાં પટેલ રિતેશ કુમાર રમણલાલની પેટા જ્ઞાતિ હિન્દૂ-ભીલ દર્શાવેલ છે, જોકે એમના પિતાશ્રી પટેલ રમણલાલ છોટાલાલની તા.૨૧,૦૧,૨૦૦૩ ના નવદુર્ગા હાઈસ્કૂલ ઉમલ્લા આચાર્ય એ આપેલ જન્મ તારીખના દાખલામાં તેમની પેટા જ્ઞાતિ દેશી ખ્રિસ્તી દર્શાવવામાં આવી છે, તો દેશી ખ્રિસ્તીમાંથી હિન્દૂ-ભીલ કયા માપદંડ અને નીતિ નિયમોના આધારે અનુસૂચિત જન જાતિનું પ્રમાણ પત્ર આપવામાં આવેલ છે. દેશી ખ્રિસ્તી બક્ષી પંચ જાતિમાં આવે છે,તેમજ ૨૦૨૧ માં તાલુકા જિલ્લા પંચાયત બામલ્લા -૩ ની બેઠક માટે ઉમેદવારી પત્રમાં રજૂ કરેલનામની ખરાઈ અંગેના સોગંદનામા અનેક વિસંગતતા જણાઈ છે, જેથી ઝઘડિયાના બીટીપી ઉમેદવાર મહેશ વસાવાએ ચૂંટણી અધિકારીને પત્ર લખી મામલે બી.જે પી ના ઉમેદવારનું ઉમેદવારુ ફોર્મ રદ કરવા માટેની રજુઆત કરી છે.
આમ ઝઘડિયા વિધાનસભા બેઠકના ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ્ઞાતિ આધારિત ઘેરવા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કરી ભાજપ માટે બેઠક ઉપર મુંજવણ ભરી સ્થિતિનું સર્જન કરાયો હોવાનું રાજકીય દાવ પેચ બીટીપી એ ખેલ્યો છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744