Proud of Gujarat
Uncategorized

નર્મદા જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક.

Share

નર્મદા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની સમીક્ષા માટે ગઇકાલે સાંજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વ ટી.વી. સુભાષ, ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજન અને પોલીસ નિરીક્ષક પંકજ નૈનની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ બેઠકના પ્રારંભે જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકનું સ્વાગત કરી તેઓને આવકાર્યા હતા.. તેમણે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વેની ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની વિગતવાર જાણકારી નિરીક્ષકઓને આપી હતી. ચૂંટણીપંચની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો પણ તેમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ બેઠકમાં રજૂ કરી હતી.

Advertisement

જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈ.વી.એમ. સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો ચુસ્ત અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનીટરીંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિસ્તૃત જાણકારી વિગતવાર નિરીક્ષકઓને આપવામાં આવી હતી.

જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષે જિલ્લાના બન્ને વિધાનસભા વિસ્તારની વિગતવાર માહિતી મેળવી ઉપયોગી સૂચનો કર્યાં હતાં અને ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને ઉમેદવારોને રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યારે પોલીસ નિરીક્ષક પંકજ નૈનએ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના ચીફ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુએ જિલ્લામાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે જુદી જુદી ટીમોની ગોઠવાયેલી વ્યવસ્થા અને થઇ રહેલી કામગીરીની જાણકારી આપી હતી.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. જિલ્લામાં થયેલી ચૂંટણીની તૈયારીઓ નિહાળીને નિરીક્ષકઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝગડિયાની પેપ્સિકો કંપની ની કામદારના મૃત્યુ સંદર્ભે કોર્ટમા પેશી ફેક્ટરી એક્તના ભંગ બદલ ઝગડીયા કોર્ટમા સુનાવણી ઓગષ્ટ માસમા લાપરવાહીના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ.

ProudOfGujarat

રિક્ષા માંથી જંગી જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

મતદાનનાં દિવસે જાણો કયા-કયા નેતાઓએ કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!