Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં આંકડોદ ગામે વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઈસમ ઝડપાયા.

Share

માંગરોળ તાલુકાના આંકડોદ ગામે વરવી મટકાનો જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. માંગરોળ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ આસિફખાન ઝહીરખાનને બાતમી મળી હતી કે આકડોદ ગામના મોટા ફળિયામાં રહેતો કિરીટ અરવિંદ વસાવા ઘરની બાજુમાં બનાવેલ ડેલામાં મુંબઈથી નીકળતા અંકો પર જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીને આધારે રેડ કરવામાં આવતા કિરીટ અરવિંદ વસાવા, અરવિંદ છોટુ વસાવા, કાંતિ પાંચિયા વસાવા સહિત ત્રણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક ઈસમ અરવિંદ સુપડ વસાવા ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા ઇસમો પાસેથી રોકડા રૂપિયા 10,300 પોલીસે કબજે લીધા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના બારા વિભાગના બાકરપૂર ટીબી ગામે વરસાદની સાથે પવનનું જોર વધતાં ચાર મકાનોનાં છાપરા ઊડયાં કોઈ જાનહાનિ નહિ .

ProudOfGujarat

MS University માં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ : આ વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!