Proud of Gujarat
GujaratFeaturedINDIA

ફરી રાજકોટ સિટી બસ વાકમાં : કામમાં વેઠ ઉતરતા ૧૧ કંડક્ટરો થયા સસ્પેન્ડ.

Share

રાજકોટ મહાનરપાલિકાની સીટી બસનો વિવાદ થમવાનું નામ નથી લેતો. રાજકોટ સીટી બસના ૧૧ કંડકટર થયા સસ્પેન્ડ રાજકોટ મહાનગર પાલિકાની પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લિમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસની કામગીરીમાં વેઠ ઉતારનાર ૧૧ કંડક્ટરોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જ્યારે એજન્સીને પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ રાજપથ લિમીટેડ દ્વારા સિટી બસમાં ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૭,૯૦૦ કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂ.૨,૭૬,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને પણ કામમાં ક્ષતિ બદલ રૂ.૩૭,૨૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. કામગીરીમાં ગેરરીતી અને નિયમિતતા સબબ ૯ કંડક્ટરને ટેમ્પરરી અને જ્યારે બે કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન બે મુસાફરો ટિકિટ વિનાના પકડાતા તેઓને રૂ.૨૨૦ નો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે બીઆરટીએસ બસ સેવામાં એક્સ આર્મી મેન અને સિક્યુરિટી પૂરા પાડતી એજન્સી રાજ સક્યુરિટી એજન્સીને પણ દંડ ફટકારાયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નેટ બેન્કિંગ દ્વારા યુવાનની સાથે ૮૦ હજાર ઉપરાંતની છેતરપિંડી…

ProudOfGujarat

સુરત : ધો-4 થી ધો-9 સુધીનાં નકલી સર્ટિફિકેટ બતાવી બેલદાર બનનાર પોલીસપુત્ર સહિત 4 ની લાલગેટ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!