Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને રાજપારડી પોલીસ દ્વારા વિદાયમાન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ અને રાજપારડી પોલીસ જવાનો દ્વારા યુપી ફોર્સના ૧૦૦ જેટલા જવાનો તેમજ પીઆઇ પરસોત્તમ શર્માનું આ પ્રસંગે પુષ્પગુચ્છથી સન્માન કરીને નાળિયેર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી ગતરોજ તા.૧ લીએ યોજાઇ ગઇ. ચુંટણી દરમિયાન લોકોમાં સલામતીની ભાવના પ્રબળ બને, લોકો મુક્ત અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે સ્થાનિક પોલીસ તેમજ બહારથી આવેલ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજાતું હોય છે. રાજ્ય વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કામાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠકની ચુંટણી પણ યોજાઇ હતી. ઝઘડિયા બેઠકની ચુંટણીને લઇને યુપી ફોર્સની ટુકડીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થવા આવેલ હતી. ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં બહારથી આવેલ આ ૧૦૦ જેટલા જવાનોને આજરોજ રાજપારડી પોલીસ દ્વારા સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાળામુખી માતાજી મંદિર નો 16મી સાલગીરી મહોત્સવ 21/4/24 રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ProudOfGujarat

પૈસા ચૂકવીને અંધારાના દર્શન – ભરૂચ નર્મદા પાર્કમાં મોડી સાંજે લાઈટો બંધ અવસ્થામાં, વેકેશન ટાણે જ પ્રજાને થતા કડવા અનુભવ

ProudOfGujarat

જીતાલી ના વર્લી કંમ્પોઝ ના શેડ ને આગ લગાડતા અસામાજિક તત્વો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!