Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના વણસર નજીક અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

નડિયાદ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વણસર ગામ પાસે પસાર થતી એક કારને આકસ્માત નડ્યો છે. કોઈ અજાણ્યા વાહને આ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ કાર ધસડાઈને નીચે ગટરમાં ખાબકી હતી. કારમાં સવાર બે લોકોને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ખેડાના વણસર નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અહીયાથી પસાર થઈ રહેલી એક કારને કોઈ પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ધસડાઈ હતી. જેના કારણે આ કાર સીધી હાઈવે પરથી સીધી સાઈડમાં આવેલ ગટરના કાસડીમા ખાબકી હતી. અંદાજીત ૨૦ ફુટ નીચે ગટરમા પડતા કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર દંપતીને ઘાયલ થતાં તેઓને તુરંત સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
ખસેડવામાં આવ્યા છે. હાઇવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

પંચમહાલ : પત્નીને મ્હેણા ટોણા મારીને પતિનો અત્યાચાર, આખરે સાસરિયા સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમમાં યોજાયેલો “૨૨ મો ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” સંપન્ન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!