Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં ક્રાઇમ બ્રાંચની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન તવરા રોડ ઉપર મોટરસાયકલ લઇ ઉભેલા એક ઇસમની ક્રાઇમ બ્રાંચના કર્મીઓ દ્વારા શંકાના આધારે તપાસ કરતા ઝાડેશ્વર વિસ્તારમાં ઇસમની મોટરસાયકલના નંબરના આધારે ઇ ગુજકોપ એપ્લિકેશનમાં રજી નંબર સર્ચ કરતા સાચો નંબર અલગ હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે તપાસ કરવામાં આવતા ઈસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર બાઇક ભરૂચમાં એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મઢુલી સર્કલ પાસેથી આ ઈસમ દ્વારા ચોરી કરાઈ હોવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાંચે મામલે સુખવંતસિંગ પ્રભપાલસિંગ પ્રજાપતિ રહે,લુવારા ગામ નબીપુર નાની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ નગરના લિંક રોડ પર આવેલ મેડિકલની દુકાન સીલ કરાઇ…..

ProudOfGujarat

પીએમ કિશાન એપ ડાઉનલોડ કરતાં શખ્સના ખાતામાંથી 10 લાખ છૂમંતર

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!