Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના સેંગપુર ગામે શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Share

ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર સતત પોલીસ વિભાગે વૉચ રાખી તેને અંકુશમાં લાવવા રાત-દિવસ જિલ્લાના વિવિધ સ્થળે દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે, તેમજ લાખોની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવી રહ્યો છે તેવામાં વધુ એક નશાનો વેપલો ધમધમાવતો બુટલેગર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અંકલેશ્વરના સેંગપુર ગામ નજીક પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે સેંગપુર ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી દારૂની નાની-મોટી કુલ ૧૩૩૬ નંગ બોટલ કબ્જે કરી મામલે વિષ્ણુભાઈ દામજીભાઈ વસાવા રહે,સેંગપુર નવી નગરી અંકલેશ્વર નાઓને ઝડપી પાડયો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાંચના દરોડામાં પોલીસે મામલે અન્ય ત્રણ ઈસમો રાજેશભાઈ અર્જુનભાઇ વસાવા રહે સેંગપુર તેમજ રાજેશ ચુનીલાલ વસાવા રહે ચોર આમલા, અને સુનિલભાઈ બાબુભાઇ ગામીત રહે તુકેદ કડવાલી સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ ૨,૫૨,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

ઝઘડિયાના ગુંડેચા નજીક પીકઅપ ગાડી અને કાર વચ્ચેના અકસ્માતમાં ક‍ાર ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!