Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી આઠમનો હવન યજ્ઞ યોજાયો.

Share

રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાયો છે. આજે આઠમા દિવસે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી આઠમનો હવન યજ્ઞ યોજાયોહતો.આઠમે આરતી દર્શને ભક્તોની ભીડ ઉમટીહતી.આઠમે નવરાત્રીનો મેળો પણ જામ્યો હતો. બે વર્ષથી કોરોનાને કારણે મેળો ભરાતો નહોતો. હવે આ વર્ષે કોરોનાનું સંકટ તળતા આ 1 લી એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થતા ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા હતા.

મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટ્યા હતા. મંદિરે જવારાનું સ્થાપના, ઘટસ્થાપન, પૂજન-અર્ચન કરાઈ હતી. સવાર સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટ્યા હતા.

આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. 1941 થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરવાનો શરૂ થયો. ત્યારથી છેલ્લા 78 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે.અહીંયા કાછીયા પટેલ, દરજી, ધોબી,વાળદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે, ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર-સાંજ નિત્ય આરતીમાં હકડેઠઠ ભક્તોની ભીડ જામે છે.

રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવી માં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા-અર્ચના કરાઇ હતી. ત્યારથી નિયમિત મેળો ભરાય છે. આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે. જે રાજા ધર્મપ્રેમી સ્વ.વિજયસિંહ મહારાજના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું. તેથી વિજયસિંહ મહારાજા આ કુવાનું પાણી કાવડ દ્વારા રાજમહેલમાં મંગાવતા હતા. આજે પણ મોજૂદ કુવાનું પાણી પીવામાં વપરાય છે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં કેટલીક ઓફિસો આંશિક રીતે બંધ રહેશે.

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.

ProudOfGujarat

ભરૂચ શહેર જીલ્લામાં CAA અને NRC નાં કાળા કાયદા સામે વિવિધ સંગઠનો દ્વારા બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!