અમદાદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો શુભારંગ ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો છે પરંતુ હવે કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલ હવે 7 વાગ્યાની જગ્યાએ એક કલાક વહેલા એટલે કે, 6 વાગે શરુ થશે. કાંકરીયા કાર્નિવલ એક કલાક વહેલો પૂર્ણ કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ ગઈકાલે 10 વાગ્યા સુધીલ રાત્રે ચાલ્યો હતો ત્યારે હવેથી કાર્નિવલ 9 વાગ્યે બંધ થશે. સમય એક કલાક ઘટાડવામાં આવ્યો છે.
કાંકરીયા કાર્નિવલચ ગત વખતે યોજાયો નહોતો જોકે, કોરોનાને જોતા આગળના વર્ષે પણ કાર્નિવલ થઈ શક્યો નથી ત્યારે આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં કોરોનાનો ભય પણ છે ત્યારે નવા વેરીયન્ટના ભય વચ્ચે સાવચેતીને ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કાંકરીયા કાર્નિવલ ગઈકાલથી લઈને 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ સાથે કોરોના ગાઈડલાઈન્સનું ખાસ પાલન કરવામાં આવશે. લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કાર્નિવલ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 જેટલા સ્વયંસેવકોને રાખવામાં આવ્યા છે. જે લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અનુરોધ કરશે. કાંકરિયા કાર્નિવલમાં કુલ ત્રણ સ્થળોએ ગેટ નંબર 1, 2 અને 3 પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રાજભા ગઢવી, વિજય સુમવાલા, સાઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મ કરશે અને લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.