Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

Share

માતરના લીંબાસીમાં રહેતા આધેડ બાઇક લઇ ખેતરે જતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

માતરના લીંબાસીમાં રહેતા અજીતભાઇ પ્રભુદાસ મકવાણા ઉં.વ. 49 રવિવાર સવારે બાઇક લઇ ખેતરના કામે જવા નીકળ્યા હતા દરમિયાન શેખુપુર તરફ જવાના રસ્તા પર પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અજીતભાઇના બાઇકને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ નાના ભાઈ દિનેશને થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાંથી અજીતભાઈને સીટી સ્કેન માટે નડિયાદ આવ્યા હતા. જ્યા અજિતભાઈએ હલનચલન બંધ કરી દેતા તેમને તાત્કાલિક લીંબાસી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબે અજીતભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે લીંબાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા શહેરમાં સવારથી મેહુલિયો જામ્યો : વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉમંગ ભેર ઉજવણી

ProudOfGujarat

રથયાત્રાને લઈ ભરૂચમાં ટ્રાફિક નિયંત્રણ: કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી તરફનો એક તરફનો માર્ગ રહેશે બંધ :  16 જુલાઈએ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનો, લક્ઝરી અને મીની બસોની અવરજવર પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!