Proud of Gujarat
FeaturedGujaratINDIA

તળાવમાં મચ્છી ચોરવાની શંકાએ પરપ્રાંતીય ઇસમની હત્યાને અંજામ આપનાર બે ઇસમોને દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લામાં સામાન્ય બાબતોને લઈ હત્યા જેવા બનાવો વર્ષ દરમિયાન સામે આવતા રહ્યા છે, તેવામાં દહેજ પંથકમાં પણ એક ઘટના સામે આવી હતી. દહેજ નજીક આવેલ નરણાવી ગામે સીમમાં આવેલ મચ્છી તળાવ પાસે એક પરપ્રાંતીય અજાણ્યો ઈસમ બેસેલ હોય જેને જોઈ આરોપીઓએ દોડી જઈ તે મચ્છી ચોરવા આવેલ હોવાની શંકાએ ત્યાંથી આ ઇસમને જતા રહેવા માટે કહ્યું હતું, જે બાદ ઉશેકરાયેલ ઇસમે ઝડપાયેલ આરોપીને માં-બેન સમાનની ગાળ આપી હતી, અને પાવડા કુહાડી જેવા મારક હત્યારો વડે હુમલો કરતા પરપ્રાંતીય ઇસમનું મોત નીપજ્યું હતુ.

ઘટના મામલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન બે જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરતા બંને ઈસમોએ મામલે ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં દહેજ પોલીસે મામલે સંડોવણી ધરાવનાર (૧) પ્રવીણ ભાઈ ઉર્ફે લાલો ભીખાભાઈ વસાવા તેમજ (૨) કરણભાઈ રમેશભાઈ વસાવા નાઓની ધરપકડ કરી ઝડપાયેલ બન્ને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચને એનબીએ દ્વારા એક્રીડીએશન પ્રાપ્ત થતા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

વડોદરા : કરજણ ભરત મુનિ હૉલ ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!