Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇઝરાયેલે કર્યો સીરિયાના દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ હુમલો, હવાઈ હુમલામાં 2 સૈનિકોના મોત

Share

ઇઝરાયેલની સેનાએ સોમવારે સીરિયાની રાજધાનીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો, જેમાં બે સૈનિકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. મિસાઈલ હુમલા બાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. સીરિયાની સેનાએ આ જાણકારી આપી છે. સેનાએ કહ્યું કે સાત મહિનાની અંદર દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલો આ બીજો હુમલો હતો, જેના પછી એરપોર્ટને બંધ કરવું પડ્યું. આ હુમલાથી આસપાસના વિસ્તારને પણ નુકસાન થયું છે. એક યુદ્ધ મોનિટરિંગ સંસ્થાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ઇઝરાયેલની મિસાઈલો એરપોર્ટ અને સેનાના શસ્ત્રાગાર પર પડી.

બ્રિટનની ‘સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ’એ જણાવ્યું કે આ હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે, 10 જૂનના રોજ ઇઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટને ખરાબ રીતે નુકસાન થયું હતું. ઇઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયામાં સરકાર હસ્તકના સ્થાનોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે, પરંતુ આ હુમલાઓની જવાબદારી ક્યારેય જાહેરમાં સ્વીકારી નથી.

Advertisement

ઇઝરાયેલે દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર સ્ટ્રાઇક અંગે ટિપ્પણી કરી નથી. એક વર્ષથી ઓછા સમયમાં દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટને મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું હોય તેવું આ બીજી વખત હતું. 10 જૂનના રોજ, દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇઝરાયેલના હવાઇ હુમલાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રનવેને નોંધપાત્ર નુકસાન થયું હતું. સમારકામના બે અઠવાડિયા પછી તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, 2021 ના અંતમાં પણ ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ સીરિયા પર મિસાઈલ છોડી હતી. આ હુમલામાં લતાકિયા બંદરને ઘણું નુકસાન થયું હતું. ઇઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયાના સરકાર-નિયંત્રિત ભાગોમાં સેંકડો હુમલાઓ કર્યા છે પરંતુ ક્યારેય તેની પુષ્ટિ કરી નથી.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કેવડીયામાં નવું ટ્રાફિક પોલીસ મથક ઉભું કરવા રાજ્ય સરકારની મંજૂરી,કુલ 85 પોલીસ કર્મીઓનું મહેકમ મંજુર કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.

ProudOfGujarat

गुजरात के रंग में रंगी नज़र आएगी जैकी भगनानी की “मित्रों”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!