Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

Share

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન શુક્રવારે દિક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ૪૬ યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દિક્ષા આપવામાં આવશે. આ પ્રસંગે યુવકોના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહેશે. દિક્ષા ગ્રહણ કરનાર યુવકો અમેરિકા, આફ્રિકા અને ભારતના છે અને તમામ ઉચ્ચ અભ્યાસની ડીગ્રી ધરાવે છે.

અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ ૪૬ યુવકો દિક્ષા લેશે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે દિક્ષા દિવસની ઉજવણી થશે. જેમાં અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ ૪૬ યુવકો દિક્ષા લેશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારાયણ સભાગૃહમાં આ પ્રસંગની ઉજવણી થશે. જેમાં મંહત સ્વામી તેમજ બીએપીએસના વડીલ સંતો વિશેષ ઉપસ્થિત રહેશે.

Advertisement

યુવકોની દિક્ષા પ્રસંગે તેમના પરિવારજનો અને સ્નેહીજનો સહિતના હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે. ખુબ સારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડથી આવતા યુવાનો પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીએ દિક્ષા ગ્રહણ કરીને ખુબ ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં રોજ ભાવી ભક્તો મુલાકાત લઈ રહ્યા છે. અહીં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


Share

Related posts

રાજપારડીમાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં પ્રતાપનગરમાં આવતીકાલથી એક સપ્તાહ સુધી હાફ લોકડાઉન કરાયું.

ProudOfGujarat

સુરત: બારડોલીના બાબેન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે ‘વેક્સીનેશન મહાઅભિયાન’નો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!