Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા ૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

Share

નડિયાદ શહેરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ વર્ષ ૨૦૨૧ મા નડિયાદ તાલુકાના એક ગામે થયા હતા. યુવતી પોતાની સાસરીમાં આવતા શરૂઆતનુ લગ્ન જીવન સારી રીતે ચાલ્યુ હતું. પરંતુ આ બાદ પતિ તેમજ સાસુ ઘરના કામકાજ બાબતે તેમજ દહેજમાં
કંઈ આપ્યું ન હોવાના કારણે અવારનવાર મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને નણંદે જમવાનું બનાવતા નથી આવડતું તેમ કહી અત્યાચાર ગુજાર્યો હતો. ઘરસંસાર બગડે નહીં એ હેતુથી પીડીતા તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરી સાસરીમાં રહેતી હતી. બાદમાં પતિના કહેવાથી તેણીની પોતાના પિયર નડિયાદ આવી હતી. આ બાદ પતિ તેને તેડવા આવ્યો નહોતો. તો બીજી બાજુ પતિને અકસ્માત થયાની જાણ પત્નીને થઈ હતી. જેથી ગત તા ૭ મી નવેમ્બર ૨૦૨૨ ના રોજ તેણીની પોતાની સાસરીમાં પોતાના પતિની ખબર કાઢવા આવી હતી. પરંતુ પરણીતાના સાસુ બે નણંદો અને બે નણંદોઈએ ઘરમાં આવવા દીધી નહોતી અને તેની સાથે ઝઘડો કરી કહ્યું કે અમારે તને રાખવાની નથી તેમ કહી હાથ પકડી ઘરની બહાર કાઢી મૂકી હતી અને કહ્યું કે, તારે જે કેસ કરવો હોય તે કર પોલીસ અમારું કંઈ ઉખાડી લેવાની નથી અમો રાજકારણના કીડા છીએ ઘરમાં એસિડ હોય તો લાવો છાંટીને આને મારી નાખીએ તેવી ધમકીઓ આપી હતી. છેવટે પીડીતાએ સમગ્ર મામલે ન્યાય મેળવવા પોતાના પતિ, સાસુ, બે નણંદ અને બે નણદોઈ મળી કુલ ૬ વ્યક્તિઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનનાં ખેડુતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાનાં ધારાસભ્યને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

જંબુસર ખાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!