Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના જરાવત કેનાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Share

મહેમદાવાદ પાસે કેનાલ નજીક બે મોટરસાયકલ અથડાતાં એક મોટરસાયકલ ચાલકનું મોત થયું છે. જ્યારે ૩ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામે રહેતા બાદલભાઈ લખાભાઇ ગોહેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ગઈકાલે નોકરીએ ગયા બાદ આ બાદલભાઈ નોકરીએથી પરત ન આવતા પરિવારજનોએ ફોન કરતા બાદલભાઈને અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. બાદલભાઈના મોટરસાયકલને મહેમદાવાદના જરાવત કેનાલ નજીક સામેથી ત્રીપલ સવારી આવતા મોટર સાયકલે ટક્કર મારી હતી. જેથી આ બંને મોટર સાયકલો અને તેના ચાલકો રોડ ઉપર પટકાતા તમામને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બાદલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને નજીકના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાદલભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના નાનાભાઈની ફરીયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને જનકલ્યાણ શિબિર આયોજન અંગે બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!