Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશમાં હિંદુઓ પર થતા હુમલાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

Share

દેશમાં હિંદુઓ ઉપર થઇ રહેલ હુમલાઓ અને હત્યા સંદર્ભે વિરોધ નોંધાવતું આવેદન પત્ર ભરૂચ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં આસામમાં એક બજરંગ દળનાં કાર્યકર્તાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયમાં 9 જેટલા હિંદુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ એક હિંદુની હત્યા થઇ હતી.

આ તમામ બાબતોને લઈને આજરોજ ભરુચ જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવા જેહાદી તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવા માટે કડક કાયદા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આવા તત્વો ક્યારેક લવ જેહાદના નામે તો ક્યારેક સીર ધડથી અલગ ગેન્ગના નામે આતંક મચાવી રહ્યા છે. ત્યારે તેઓને ડામવા માટે કડક કાયદા બનવા જોઈએ અને આવા તત્વોને પ્રેરણા આપનાર સંસ્થાઓ સામે પણ કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરાયું.

ProudOfGujarat

લીંબડીમાં ઈલેક્ટ્રીક વાયરથી સોટ લાગતાં વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!