Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર આઈ.ટી.આઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Share

આઈ.ટી.આઈ ભાવનગર દ્વારા કૌશલ્ય તેમજ સ્પોર્ટસ વિવિધ પ્રવૃતિઓ માટે જીલ્લા કલેકટર તથા ચેરમેન જીલ્લા કૌશલ્ય સમિતિ ભાવનગર ડી.કે.પારેખ (IAS)ના અધ્યક્ષ સ્થાને સેવન સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ રીગરોડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU કરવામાં આવ્યા હતા અને તાલીમાર્થીઓને નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મિશન સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઓન જોબ ટ્રેનીંગના MOU એક્ષચેન્જ કરવામાં આવ્યા હતા તથા WASMO અંતગર્ત તાલીમ પામેલ પમ્પ ઓપરેટરો” ને સર્ટિફિકેટ અને કીટ વિતરણ, કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સીટી હેઠળના AWS (એમેઝોન વેબ સર્વિસ) એકેડમીના ડેટા સેન્ટર ટેકનીશ્યન કોર્ષના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, ભરતીમેળા અંતર્ગત નવનિયુક્ત થયેલ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે ગુડ ગવર્નન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ તથા વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 દરમ્યાન વિવિધ તબક્કે વિશેષ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ટી.ડી.વ્યાસ. એમ.સી મીઠાપરા, પી.એમ.પંડિત તથા એમ.વી.મેરને જીલ્લા કલેકટર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં BMCનાં ડેપ્યુટી કમિશનર મનીષાબેન બ્રહ્મભટ્ટ, પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેંટ ડૉ. પી કે શુક્લા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઇ સોની તથા ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ કામાણી તથા વિવિધ ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

કરજણ : ફરાસખાનાનો સામાન ભાડે લઈ વેચી મારતો ઈસમ વાહન સાથે ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા : શુક્ર, શનિ ‍અને રવિવારે રાજપારડી બજાર ખુલ્લું રહેશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!