Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ગાત્રો ધ્રુજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત

Share

હાલમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી છે. ગાત્રો ધ્રુજાવતી ઠંડીથી સમગ્ર રાજ્યની જનતા થરથર ક‍ાંપી રહી છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો પણ હાડ થીજાવતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સહુથી મોટા શહેર સુરતમાં એક આંકડા મુજબ ગતરોજ લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ૨૩ જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ થશે એમ જાણવા મળ્યું છે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન વધવાની સંભાવનાને લઇને રાજ્યમાં ત્રણ ડીગ્રી તાપમાન વધવાની સંભાવના રહેલી છે. જોકે હાલ તો રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેલો દેખાઇ રહ્યો છે. શિયાળા દરમિયાન વહેલી સવારે કોઇકોઇ વાર વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા જનતાને હીલ સ્ટેશનનમાં બેઠા હોવાની અનુભૂતિ પણ થતી હોય છે. તાલુકામાં હાલ સામાન્ય રીતે શરદી, ખાંસીનો વાવર પણ કંઇક અંશે જણાય છે. ઠંડીના ક‍ારણે તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા નગરોના બજારો પણ મોડેથી તડકો નીકળ્યા પછી ખુલે છે અને સાંજે વહેલા બંધ થઇ જતા હોય છે. આમ હાલ શિયાળાની મોસમ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નડિયાદ : ચા લેવા જતા ગાય વચ્ચે આવતા અક્સ્માત, એકનું મોત.

ProudOfGujarat

રોટરી કૉમ્યુનિટી કોર્પ્સ આયોજિત કરાઓકે સંગીત ગીત સ્પર્ધા RCCનાં સભ્યો માટે રોટરી ક્લબ ભરૂચનાં હોલમાં યોજાઈ

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને રોજગારલક્ષી યોજનાઓની અપાઈ માહીતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!