Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. ટુર્નામેન્ટમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલમાં જેસપોર અને ધારોલી વચ્ચે મુકાબલો થયો હતો, અને ધારોલીનો વિજય થયો હતો. જ્યારે બીજી સેમી ફાઇનલમાં ઉમલ્લા અને તલોદરાની ટીમો ટકરાઇ હતી અને ઉમલ્લાની ટીમનો વિજય થયો હતો. ત્યારબાદ ઉમલ્લા અને ઘારોલી વચ્ચેની ફાઇનલ મેચમાં ઉમલ્લા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને ૧૫૨ રન બનાવ્યા હતા. સંદીપ પટેલે સહુથી વધુ ૮૪ રન બનાવ્યા હતા. ધારોલીની ટીમે ૧૩૯ રન બનાવતા ઉમલ્લાનો ૧૩ રનથી વિજય થયો હતો. ઉમલ્લા ટીમ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. આ મેચમાં સંદીપભાઈને મેન ઓફ ધી મેચ અને ટુર્નામેન્ટમાં સહુથી વધુ વિકેટ લેનાર બકુલભાઇ વસાવાને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા ૨૧ સપ્ટેમ્બરે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે : વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૭, ૮ અને ૧૧ના નાગરિકોને ૧૮થી વધુ સરકારી સેવાઓનો લાભ મળશે

ProudOfGujarat

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!