Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી.

Share

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. કોરોના વાયરસના કારણે ટી.વી. અને સોશ્યિલ મીડિયાના માઘ્યમથી આ ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર સમગ્ર રાજયમાં તા.૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોરાના વાયરસની મહાબિમારીના કારણે આ પખવાડિયાની ઉજવણી ટી.વી. અને સોશ્યલ મીડિયાના માઘ્યમથી કરવામાં આવશે. જેમાં વંદે ગુજરાત ચેનલ- ૧ પર મહિલાઓ માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેસબુક પર WCD GUJARAT પેજ પરથી અને WCDGUJARAT YOUTUBE પર પણ નિહાળી શકાશે. આ કાર્યક્રમનું પ્રસારણ દરરોજ બપોરના ૧.૦૦ કલાક થી ૨.૦૦ કલાક દરમ્યાન કરવામાં આવશે. આ પખવાડિયાની ઉજવણી દરમ્યાન તા.૦૧ ઓગષ્ટના દિવસને મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨ ઓગષ્ટના દિવસને દિકરી દિવસ, તા.૦૩ ઓગષ્ટના રોજ મહિલા સ્વાલંબન દિવસ, તા.૦૪ ઓગષ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા.૦૫ ઓગષ્ટના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.૦૬ ઓગષ્ટના રોજ મહિલા કૃષિ દિવસ, તા.૦૭ ઓગષ્ટના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.૦૮ ઓગષ્ટના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.૦૯ ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.૧૦ ઓગષ્ટના દિવસે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧મી ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨ મી ઓગષ્ટના રોજ મહિલા અને કાનૂની જાગૃતિ દિવસ, તા.૧૩મી ઓગષ્ટના રોજ શ્રમજીવી મહિલા દિવસ અને તા.૧૪મી ઓગષ્ટના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ગામેથી ઝેરી સાપ પકડાયો સેવ એનિમલની ટીમના સભ્યોએ સાપને ઝડપીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડ્યો.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

પાલેજ પંથકમાં ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!