Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડી ગામેથી ઝેરી સાપ પકડાયો સેવ એનિમલની ટીમના સભ્યોએ સાપને ઝડપીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડ્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા ત‍ાલુકામાં સરિસૃપ તેમજ હિંસક પ્રાણીઓ વારંવાર દેખાઇ દેતા હોઇ છે અને ઝઘડીયા ત‍ાલુકામાં કેટલાક ગામોમાં દિપડાઓ તેમના પરિવાર સાથે રહેતા હોવાની વાતને સમર્થન મળ્યુ છે. ત્યારે મંગળવારના સાંજના સમયે રાજપારડી ગામના સ્થાનિક મીડીયા કર્મીઓને નગરના પટેલ ફળીયામાં સાપ નજરે પડતા સ્થાનિક મીડીયાના કર્મીઓએ જાગૃતતા દેખાડી સેવ એનિમલ ટીમના રવિન્દ્ર વસાવાને ટેલિફોનિક માહિતી આપી હતી ફોન કર્યા બાદ સેવ એનિમલના સહયોગી મનોજ વસાવા,નરેન્દ્ર વસાવા તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને ઝેરી મનાતા સાપને પકડી પાડ્યો હતો. પકડાયેલા સાપની વિગતો આપતા જણાવ્યું હતુ કે સાપ 4 ફુટ લાંબો તેમજ 3 કીલો વજનનો છે અને રસેલ વાઇપર નામ તરીકે ઓળખાતો સાપ છે અને સાપના દંશથી માનવીના જીવ જવાની શક્યાતાઓ રહેલી છે. સેવ એનિમલની ટીમના કર્મચારીઓ દ્વારા સાપને પકડીને રાત્રે જ જંગલ વિસ્તારમાં છોડી મુકાયો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

અમદાવાદમાં લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકાના શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી મામલતદાર શ્રી હાંસોટને આવેદન પત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “સપ્તધારા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!