Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસ તંત્ર માટે રવિવાર ગૌરવવંતો બનશે.

Share

ગુજરાતને અલગ ધ્વજ મળશે વડાપ્રધાન-કેન્દ્રીય ગૃહમંત્રી સહિતની ઉચ્ચકક્ષાની કમિટીની ચકાસણી બાદ રાષ્ટ્રપતિ દ્વારા લીલીઝંડી મળતા રાજય પોલીસ તંત્રમાં હરખની હેલી. ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં અર્પણ મુખ્યમંત્રી-રાજયપાલ સહિત ટોચના અધિકારીઓ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે. ગુજરાત પોલીસ તંત્રના ઇતિહાસમાં ૧પ મી ડિસેમ્બર અને રવિવારનો દિવસ ગૌરવવંતો બનનાર છે. આ દિવસે ઉપરાષ્ટ્રપતિ હાજર રહી ગુજરાતને પોતાની આગવી ઓળખસમું નિશાન (પ્રેસીડેન્ટ કલર) નિશાનએક અલગથી વિશિષ્ટ ફલેગ ફાળવશે. આ ગૌરવવંતા સમાચાર ખુદ રાજય પોલીસ વડા શિવાનંદઝા દ્વારા પોતાના ટવીટર દ્વારા અપાતા રાજયભરના ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓમાં હર્ષની સાથોસાથ ગૌરવની લાગણી ફેલાવા પામી છે. આવું ગૌરવ મેળવવામાં દેશમાં ગુજરાત ૧૧મું રાજય બન્યાનું રાજયના પોલીસ વડા શિવાનંદઝાએ ગૌરવભેર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. હવેથી રાષ્ટ્રધ્વજની સાથે પોલીસનો ખાસ આકર્ષક ડિઝાઇનવાળો ધ્વજ લહેરાશે. પોલીસ અધિકારીઓ પણ પોતાના ડાબા ખભ્ભા પર આવુ નિશાન (નિશાન) ગૌરવભેર લગાડી શકશે. તેવું પણ શિવાનંદઝાએ હર્ષભેર જણાવ્યું હતું. આવુ ગૌરવ પ્રાપ્ત કરવુ સહેલુ હોતુ નથી જે રાજયએ પ્રસંશનીય કામગીરી કરી હોય તેવા રાજય દ્વારા આવા ધ્વજ અને નિશાન માટે રાષ્ટ્રપતિને દરખાસ્ત કરવાની હોય છે. આવી દરખાસ્ત રાષ્ટ્રપતિ મંજુર કરે તે પહેલા ઉચ્ચ કક્ષાની કમીટી જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય હોમ મીનીસ્ટર સહીતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામેલ હોય છે. તેઓ દ્વારા કડક ચકાસણી કરી દરખાસ્ત રાષ્ટ્રપતિ તરફ મોકલવામાં આવે છે. ત્યાર બાદ જ રાષ્ટ્રપતિની લીલીઝંડી મળે છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતને આવી લીલીઝંડી મળી ચુકી છે અને ગુજરાતને આ ગૌરવ પ્રદાન કરવા ૧પ મી ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવી રહયા છે. એક ભવ્ય સમારોહમાં આવુ ગૌરવ અર્પણ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા ખાતે નર્મદા સાહિત્ય સંગમની પાંચમી સાહિત્ય સભા યોજાઈ

ProudOfGujarat

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!