Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે “વેલનેસ સેન્ટરનો” થયેલો પ્રારંભ.

Share

સ્થાનિક પ્રજાજનો-પ્રવાસીઓ સહિતના જનસમુદાયને “વેલનેસ સેન્ટરનો” લાભ લેવા
SOU ના નાયબ વહિવટદાર નિલેશ દુબેનો અનુરોધ.
રાજપીપલા, કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ હસ્તક નવનિર્માણ પામેલ આરોગ્ય વન ખાતે આજે ગુજરાત વન વિભાગ અને કેરળના શાંથિગીરી આશ્રમના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અને નાયબ વહિવટદારશ્રી નિલેશ દુબે, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા, પ્રયોજના વહિવટદાર આર.વી.બારીઆ, કેરળના શાંથિગીરી આશ્રમના મેનેજર હરીશ આર, આશ્રમની તબીબી ટીમ તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીગણની વિશાળ ઉપસ્થિતિમાં “વેલનેસ સેન્ટર” ની સેવાઓને દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઇ હતી.વેલનેસ સેન્ટરને ખૂલ્લો મુકતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરશ્રી અને નાયબ વહિવટદાર નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, આપણી જે પ્રાચીન પરંપરાગત સંસ્કૃતિમાં આયુર્વેદિક ઉપચાર થકી જે સેવાઓ લેવામાં આવતી હતી તે ઉત્તમ પ્રકારની હતી અને એટલે જ પ્રાચીન સમયમાં લોકોનું સ્વાસ્થય સારુ રહેતું હતું. આજે ગુજરાત વન વિભાગ અને કેરળના શાંથિગીરી આશ્રમના સહયોગથી વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો સ્થાનિક પ્રજાજનો-પ્રવાસીઓ સહિતનો જન સમુદાય બહોળા પ્રમાણમાં લાભ લેવા તેમણે જાહેર અનુરોધ કર્યો હતો. નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વેલનેસ સેન્ટરને ખુબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર થકી લોકોને સારો એવો સારવારનો લાભ મળશે, ત્યારે આ સેન્ટર ઉભું કરવામાં સહયોગ આપનાર સહુ કોઇનો તેમણે આભાર માન્યો હતો.
કેરળથી પધારેલ નિષ્ણાંત ડૉક્ટર શરણે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વેલનેસ સેન્ટરમાં થેરાપીસ્ટની સેવાઓ મળી રહેશે. અહીં વ્યક્તિને તપાસીને જરૂરી યોગા અને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અહીંના સ્થાનિક લોકો તેમજ અહીં આવતા પ્રવાસીઓ-સહેલાણીઓ માટે વેલનેસ સેન્ટરમાં આયુર્વેદ શોપ ચર્મ મહિમા, ચર્મ શુધ્ધી, ફેસ ક્રિમ: કુમકુમાદી લેપમ, હેર ઓઇલ: સ્ટ્રોબીલેનથસ ઓઇલ, પેટની તકલીફ: ઉદરસુધા, હદય માટે: હરિધ્ય શાંતિ વગેરે મળી રહેશે. તેમજ અહીં રીજુવેનેશન ટ્રિટમેન્ટ ટ્રેઇનીંગ પામેલ ટ્રેડીશનલ સ્ટાફ દ્વારા આપવાની વ્યવસ્થા કરાઇ છે. આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શીરોધારા, શીરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમબાથ અને મસાજ જેવા ઉપચારો કેરળ પ્રદેશમાં વપરાતી ઉપચાર પધ્ધતિ અનુસાર આપવામાં આવશે આમ, આવી અનેક પ્રવૃત્તિઓનો જન સમુદાયને બહોળા પ્રમાણમાં વેલનેસ સેન્ટરનો લાભ મળી રહેશે. આ પ્રસંગે કેરળથી આવેલ નિષ્ણાંત ડૉક્ટર સ્મીતાએ માધ્યમોને વેલનેસ સેન્ટરની પ્રાથમિક જાણકારી પુરી પાડી હતી.
અંતમાં ઉપસ્થિત મહાનુભાવોની વેલનેસ સેન્ટરની મુલાકાત દરમિયાન કેરળથી આવેલ નિષ્ણાંત ડૉક્ટર ટીમે પ્રવાસી-મુલાકાતીની આરોગ્ય તપાસ કરીને અપાઇ રહેલી જરૂરી સારવાર પ્રક્રિયા નિહાળી હતી.
આ પ્રસંગે કેરળના શાંથિગીરી આશ્રમના મેનેજર હરીશ આર.એ નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાને હદય શાંથિની આયુર્વેદિક દવાઓ અર્પણ કરી હતી.

રાજપીપળા, આરીફ જી કુરેશી.

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં 89.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ પેટ્રોલ…

ProudOfGujarat

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

નેત્રંગની સરકારી કોલેજમાં જવાનો રસ્તો નહીં હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!