Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) મામલતદાર કચેરી દ્વારા ૫૦૦ થી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા લાભ અપાયા.

Share

કોવિડ-૧૯ કટોકટીને ધ્યાનમાં રાખીને વધુ લોકો ભેગા થઈ સંક્રમણનો ભોગ ન બને તે માટે પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાની મામલતદાર કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. યોજનાકીય લાભો સહિતની વિવિધ સેવાઓ માટે લોકો મામલતદાર કચેરીએ આવે અને સંક્રમણનું જોખમ ઉભુ થાય તેના કરતા શક્ય તેટલી સુવિધાઓ ઘરેબેઠા પૂરી પાડવાનું વિચારી એક નવીન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે અંતર્ગત ગંગાસ્વરૂપ સહાય યોજના, વૃદ્ધ સહાય-વય વંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભ તેમજ આ યોજનાઓના નાણા એકાઉન્ટમાં આવ્યા કે કેમ જેવી પૃચ્છાઓની માહિતી લાભાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહી છે. મોરવા મામલતદારશ્રી પરેશ પટેલ જણાવે છે કે જે-તે ગામના વી.સી.ઈ. કે મધ્યાહન ભોજન સંચાલક આ યોજનામાં સમાવવા પાત્ર થતા લાભાર્થીના ઘરે જઈ ફોર્મમાં વિગતો ભરાવી, જરૂરી દસ્તાવેજો મેળવી તલાટીના સહી-સિક્કા કરાવી મામલતદાર કચેરીએ પહોંચાડે છે. અરજી મળ્યા બાદ એક દિવસમાં હુકમ તૈયાર કરી આ માટે વિશેષરૂપથી બનાવેલ ગ્રુપમાં મૂકવામાં આવે છે. સંબંધિત ગામના વી.સી.ઈ. આ હુકમની પ્રિન્ટ કાઢી જે-તે લાભાર્થીના ઘરે જઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તેનું વિતરણ કરે છે તેમજ વિતરણ થયાનો ફોટો ગ્રુપમાં મૂકે છે. લાભાર્થીના બેલેન્સ સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો તેની વિગતો ચકાસી સ્ક્રિનશોટ લઈ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. જે વી.સી.ઈ. લાભાર્થીને પહોંચતી કરે છે. ગ્રામજનો ખાતામાં સહાયની રકમ આવી કે કેમ સહિતની બાબતો જાણવા, સહાયના હુકમો મેળવવા, અરજી કરવા કચેરીએ આવી રહ્યા હતા. જેથી સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ગામના વી.સી.ઈ. તેમજ એમડીએમ સંચાલકની મદદ લઈ એક વોટ્સએપ ગ્રુપ ઉભુ કરી અમુક સેવાઓ ઘરેબેઠા પહોંચતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયામાં લાભાર્થીએ ઘર બહાર જવાની જરૂર પડતી નથી.
વિધવાસહાય માટે અરજી કરનારા અગરવાડાના રાઠોડ બકુબેને જણાવ્યું હતું કે અરજી કરવા કચેરીએ જવામાં કોરોનાનો ડર લાગતો હતો પરંતુ ગામના વી.સી.ઈ. ઘરેથી કાગળિયા લઈ ગયા અને બે દિવસમાં તો સહાયનો ઓર્ડર પણ આપી દીધો. આ માટે મામલતદાર કચેરીના દરેક કર્મચારી ત્રણથી પાંચ ગામના પ્રશ્નો/અરજીઓની જવાબદારી લઈ વી.સી.ઈ. સાથે સંકલન કરી રહ્યા છે. વિધવા સહાયના કુલ ૩૧૯, વૃદ્ધ સહાયના ૧૭૫ સહિત આશરે ૫૦૦ લાભાર્થીઓ કચેરીએ ગયા વગર લાભ મેળવ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા : આઝાદીના ૭૫ વર્ષ પછી ગામમાં જ મતદાન કરવાનો અવસર પ્રાપ્ત થવાની આશા બંધાઈ.

ProudOfGujarat

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાનાં ૨ અને તાલુકાનાં ૧ વિસ્તારો પરથી ક્લસ્ટર કન્ટેઇનમેન્ટનાં નિયંત્રણો દૂર કરતો હુકમ કરવામાં આવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!