Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. ટુર્નામેન્ટમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલમાં જેસપોર અને ધારોલી વચ્ચે મુકાબલો થયો હતો, અને ધારોલીનો વિજય થયો હતો. જ્યારે બીજી સેમી ફાઇનલમાં ઉમલ્લા અને તલોદરાની ટીમો ટકરાઇ હતી અને ઉમલ્લાની ટીમનો વિજય થયો હતો. ત્યારબાદ ઉમલ્લા અને ઘારોલી વચ્ચેની ફાઇનલ મેચમાં ઉમલ્લા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને ૧૫૨ રન બનાવ્યા હતા. સંદીપ પટેલે સહુથી વધુ ૮૪ રન બનાવ્યા હતા. ધારોલીની ટીમે ૧૩૯ રન બનાવતા ઉમલ્લાનો ૧૩ રનથી વિજય થયો હતો. ઉમલ્લા ટીમ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. આ મેચમાં સંદીપભાઈને મેન ઓફ ધી મેચ અને ટુર્નામેન્ટમાં સહુથી વધુ વિકેટ લેનાર બકુલભાઇ વસાવાને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી સાંસદના હસ્તે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં ઝઘડિયામાં ઓવરલોડ વાહનોમાં આર.ટી.ઓ.ની મિલીભગત કે શું ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!