Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલીયારા વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી પાનસેરિયાનો અભિવાદન સત્કાર સમારંભ યોજાયો.

Share

ગુજરાત વિધાનસભા કામરેજ મતદાન વિસ્તાર -૧૫૮ ના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો અભિવાદન સત્કાર સમારંભ કાર્યક્રમ કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલીયારા વિદ્યાલયના ડૉ.વૈષ્ણવ સંસ્કાર ભવનમાં રાખવામાં આવ્યો હતો. કઠોર કેળવણી મંડળના પ્રમુખ એડવોકેટ પ્રકાશ મૈસુરીયાના હસ્તે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકા વોર્ડ નં-૨ માં સમાવિષ્ટ ગામો પૈકી કઠોર અબ્રામા વેલંજા સહીત સુરત જીલ્લા પંચાયત ખોલવડ બેઠક -૧૫ ના સમાવિષ્ટ ગામો પૈકી ખોલવડ આંબોલી ચોર્યાસી ધોરણ પારડી, નવી પારડી અંત્રોલી, થારોલી, શેખપુર રુંઢ, ઘલુડી, કરજણ અને ઘલાના તમામ નાગરિકો મતદારો શુભેચ્છકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કામરેજ તાલુકાના કાર્યકર્તાઓ, સંગઠનના હોદેદારો તેમજ ચુટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે ૧૨૫ વર્ષ જૂની શાળામાં આવી ગૌરવ અનુભવું છું અને ભવિષ્યમાં શાળાના વિકાસ માટે તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. આ મતદાન વિસ્તારના લોકોએ તેમનું અભિવાદન સત્કાર કરી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરતા શિક્ષણ મંત્રીએ તેને નીકાલ કરવાની ખાતરી આપી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરા – ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

ProudOfGujarat

ગોધરા લુણાવાડા હાઇવે વચ્ચે ટ્રકનું ટાયર ફાટતા હજારો ટન દૂધનું નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!