Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગર પાલિકાનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

Share

સુરત મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું ડ્રાફટ બજેટ રજુ કરાયુ. ૭૭૦૭ કરોડના ડ્રાફટ બજેટમાં વિકાસના કામો માટે ૩૫૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જયારે રેવન્યું ખર્ચ ૪૧૮૮ કરોડ અને રેવન્યુ આવક ૪૫૪૦ કરોડ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. સમાજના તમામ લોકોને અસર કરતું સર્વાગી બજેટ હોવાનું મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્રારા કરવામાં આવ્યો છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો. શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર કોલેજ નું એક્સપાન્શન 210 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.


Share

Related posts

નેત્રંગમાં બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતી ત્રણ મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

આજે વિશ્વ નર્સિંગ દિવસ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

૨૫ કી.મી અંતર સુધી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા ધરતીપુત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!