Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં થોડા દિવસો અગાઉ ગુમ થયેલ બાળકની લાશ નવા ગામ રેલ્વે ટ્રેક પાસેની ખાડીમાંથી મળી આવતા ચકચાર

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ગત તારીખ 23/01/2023 ના રોજ મીરાનગર પાસેની સોનમ સોસાયટીનો 13 વર્ષીય ક્રિષ્ના નામનો બાળક ગુમ થયેલ હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી, પોલીસ દ્વારા બાળકના ગુમ મામલે અપહરણની શંકા વ્યક્ત કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

જે ઘટનાના એક સપ્તાહ બાદ ગુમ થયેલ બાળક ક્રિષ્નાનો મૃતદેહ આજરોજ ડી કંપોઝ હાલતમાં અંકલેશ્વરના નવાગામ રેલ્વે ટ્રેક પાસેથી ખાડીમાંથી મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Advertisement

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતક બાળકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે હત્યાની આશંકાઓ વચ્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.


Share

Related posts

ભરૂચ પંથકમાં લગ્નની મોસમ… કોરોના ગાઈડલાઇનથી અને કાયદાનાં ભયથી લગ્ન પ્રસંગ ઉજવતા આયોજકો જાણો કેવી રીતે ?

ProudOfGujarat

અંકલેશ્વર શહેર-તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટીનું પ્રાંત અધિકારીને આવેદન.

ProudOfGujarat

આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે એકલવ્‍ય સ્‍કૂલ પારડીની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!