Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વાછરડીનું મારણ ગ્રામજનોમાં ફાફડાટ.

Share

ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે, ત્યારે ફરીને એકવાર દીપડા એ વધુ એક વાછરડીનું મારણ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગારદા ગામના પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજભાઈ રાશલભાઈ વસાવાને ભાગે આપી હતી, ત્યારે સવારે ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજભાઈ રાશલભાઈ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડા એ વાછરડીનું મારણ કર્યું હતું, અને જેવી દીપડા પર બેટરી પડી તો દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને દીપડાનાં આતંકથી ગારદા ગામના પશુપાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના બાદ પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવા એ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો એવો વિશાળ લોગરહેડ દરિયાઈ કાચબો એક વર્ષમાં બીજીવાર જોવા મળ્યો

ProudOfGujarat

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

ProudOfGujarat

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં અમરનાથ યાત્રા ફરી અટકી, વાહન વ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!