Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મકતમપુર ગામ ખાતે હજરત સૈયદ મખદુમ શાહ સરફુદીન મશહદી બાવાનો 636 મો ઉર્સ ઉજવાશે.

Share

ભરુચના મકતમપૂર ગામ ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ મખદુઃમ શાહ શરીફુદ્દીન મશહદી બાવાનો 636 મો ઉર્સ શરીફની ઉજવણી કરવામા આવશે. સદલ શરીફ તારીખ 8.2.2023 ના રોજ બુધવારે ઇશાની નમાજ બાદ સૈયદવાડ મસ્જિદથી સલાતો સલામ સાથે નીકળીને હજરત મખદુઃમ સાહ બાવાની દરગાહ ખાતે પહોંચશે જ્યાં મજારમુબારક પર સંદલ શરીફ ચડાવવામાં આવશે અને ભારત દેશની તરક્કી ભાઇચારા માટે દુવાઓ માંગવામાં આવશે ત્યારબાદ કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. જેમાં મશહૂર કવ્વાલ, આરીફ ઇખરવી નાતીયા કલામ પઢશે. ગુરૂવારને તારીખ 9.2.2023 ના રોજ હજરત સૈયદ સરફુદ્દીન મશહદી બાવાના ઉર્સની ઉજવણી થશે. આમ આ ઉર્સ અને સંદલ શરીફમાં તમામ લોકો હાજર રહે તેવી અપીલ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ચાઈનીઝ માંજા અને તુક્કલના વેચાણ સામે ભરૂચ નગરપાલિકાની ટીમ મેદાનમાં.

ProudOfGujarat

ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વનિમિત્તે બાળકોને ભેટ આપી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે કાલે ૭ મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – ૨૦૧૮ ખુલ્લો મુકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!