Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઉટીયાદરા પાસે નહેરના કુવામાં યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Share

ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબા માર્ગ ઉપર 20 વર્ષીય યુવાનની માથાના ભાગે હથિયાર વડે ઘા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, સ્થાનિક ખેડૂતે લાશ જોતા મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે લાશનો કબ્જો મેળવી તેને અંકલેશ્વર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

હાંસોટ – કોસંબા માર્ગ પર સુરત જિલ્લાના માંગરોલ તરસાલી ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર ભાઈ પટેલ ગત તારીખ 7 ફેબ્રુઆરીની સાંજે ઘરેથી નીકળ્યા બાદથી ગુમ હતો, પરિવાર જનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાન બુધવારે બપોરે ઉટીયાદરા પાસેની નહેર ખાતેના કુવામાંથી તેની લાશ મળી હોવાની જાણ પાનોલી પોલીસ મથકે થઈ હતી, જે બાદ પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા.

Advertisement

નહેરના કુવામાં લોહી લુહાણ હાલતમાં યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી જે બાદ મામલે પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

અમિતાભ બચ્ચન નેક્સસ મોલ્સના હેપ્પીનેસ એમ્બેસેડર બન્યા ‘એવરી ડે સમથિંગ ન્યૂ’ અનુભવ.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી.પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ ઉપર ઉતર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!