Proud of Gujarat
FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીને લીધે હીરા બજારના વેપારમાં સતત ઘટાડો

Share

હીરાના વેપારમાં ખાસ કરીને જાડા હીરામાં વિકટ પરિસ્થિતિ છે. પતલા હીરામાં કામકાજ જોકે ચાલ્યા કરે છે. જાડા હીરાના ઉત્પાદનમાં મેન્યુફેક્ચરર્સને કાપ પણ મુકવો પડયો હતો. અઠવાડિયામાં બે રજા કે 8-10 દિવસ માટે એકમો બંધ પણ રાખવા પડયા હતા. આમ છતાં પણ કોઈ સુધારો આવ્યો નથી.

નજીકના દિવસોમાં સુધારો આવે એવા કોઈ સંકેત દેખાતાં નથી, એમ હીરા બજારના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કામકાજ ખૂબ જ ધીમા છે અને મંદી સૌને નડી રહી છે, જેની અસર હીરાના વેપાર ઉપર આવી છે. પોલીશ્ડ હીરામાં ભાવ 30-35 ટકા તૂટયાં પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

Advertisement

જાડા હીરામાં કામકાજ ઘટવા પાછળનું બીજું એક કારણ એ પણ છે કે 4-6 મહિના પહેલાં ભાવમાં આડેધડ વધારો થઈ ગયો હતો. એક રીતે ભાવમાં સટ્ટો જ ચાલ્યો હતો. વળી માઈનીગ કંપનીઓએ રફના વેચાણ માટે પોલીશ્ડ ઉંચા ભાવે ખરીદી કરવાની રમતને કારણે પણ અત્યારે માર્કેટ દબાવ્યું છે.

રફ વેચવા માટે હંમેશા રમત રમાતી રહી છે. પોલીશ્ડના ભાવમાં 4 વખત ઘટાડો થયાં પછી દેખીતી રીતે તેની અસર રફની ખરીદી ઉપર આવતી હોય છે. પરંતુ આ બધું એક સ્ટ્રેટેજીના ભાગરૃપે થતું હોય છે, જેનો મેન્યુફેક્ચરર્સને ખ્યાલ આવતો નથી. અને પોલીશ્ડના ભાવમાં નજીવો વધારો થાય ત્યારે મોટી માત્રામાં રફની ખરીદી માટે ધસારો થાય છે.


Share

Related posts

ભરૂચમાં ભાજપ સરકારના 11 વર્ષમા તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર રજૂ કરાયો

ProudOfGujarat

ભરૂચમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, વકીલ સહિતના કાર્યકરોને ડિટેઈન કરતી વખતે ત્રણ પોલીસકર્મીઓને ઈજા : પાંચબત્તી સર્કલ પર ટ્રાફિક જામ બાદ પોલીસની કાર્યવાહી; આરોપી વકીલ શૈલેશ પરમારે પોલીસકર્મીને ધક્કો માર્યાનો ફરિયાદમાં આક્ષેપ

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!