Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ, ઝરણી,વડ, ગામે વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ વડ અને ઝરણી ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે બે કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

વાંકલ ગામથી બોરીયા પરવટ ગામ સુધીના માર્ગનું નિર્માણ રૂપિયા એક કરોડ 60 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંકલ ગામે વેરાવી ફળિયા સ્મશાન તરફ જતા રસ્તો રૂપિયા દસ લાખના ખર્ચે નિર્માણ કરાયો છે તેમજ આઠ લાખના ખર્ચે સતકેવલ મંદિરમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરાયું હતું જ્યારે બોમ્બે ફળિયામાં દસ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન વોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ઝરણી ગામે રૂપિયા ૧૫ લાખના અને વડગામે રૂપિયા 15 લાખ ખર્ચે નિર્માણ થનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુર્હુત કરાયું હતું. કુલ રૂપિયા 2 કરોડ 18 લાખના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ, દિનેશભાઈ સુરતી જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટિઓ અને કથડથી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને પાઠવાયું આવેદન

ProudOfGujarat

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે…

ProudOfGujarat

અભિનેત્રી રસિકા દુગ્ગલ સ્ટારર વેબ સિરીઝ ‘અધૂરા’ નું હોરર ટીઝર રિલીઝ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!