Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરો રૂ.90 હજારની કિંમતના ઘરેણા ચોરી ફરાર

Share

વડોદરા શહેરના ડભોઇ રોડ ગણેશ નગર ખાતે સંબંધીના ખબર અંતર પૂછવા ગયેલ દંપતીના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલ અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી રૂપિયા 90 હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ જવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના ડભોઇ રોડ ઉપર આવેલ ગણેશ નગરમાં રહેતા કાનજીભાઈ માળી પાન પડીકીનો ગલ્લો ધરાવે છે. વિતેલા વર્ષે 18 ડિસેમ્બરના રોજ તેઓ પાદરા ખાતે સંબંધીના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. જ્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે પાડોશીએ તેમના મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીના લોકરમાંથી સોનાની વીંટી, સોનાનું લોકેટ, ચાંદીના પાયલ, સોનાની માળા સહિત કુલ 90 હજારની મત્તા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. ચોરીમાં ગયેલ દાગીનાના બિલ મળી આવતા ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

સારોદ હાઈસ્કૂલની કૃતિઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અગ્રેસર રહી ગૌરવ વધાર્યુ .

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં લોકોની ભીડ વધતાં પોલીસે સપાટો બોલાવી ભીડ દૂર કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવ શક્તિ ટીમ વિજેતા બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!