Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ DGVCL નો વીજ ચોરો સામે સપાટો, વીજ ચોરીમાં 50 લાખ ઉપરાંતનો દંડ કરાયો

Share

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલમાં વધુ લાઈનલોસ અને વીજચોરીને લઈ DGVCL દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે. મંગળવારે ભરૂચ અને જંબુસર તાલુકાના ગામોમાં લોકો નિંદ્રાધીન હતા ત્યારે જ વીજ કંપનીની સુરત વિજિલન્સ સહિત સ્થાનિક ટીમોએ વહેલી સવારે 5.30 કલાકે દરવાજે દસ્તક દઈ દરોડાની કામગીરી હાથ ધરી હતી.

વીજ કંપનીની 93 ટીમોએ 70 જેટલા વાહનો, 10 જીયુવીએનએલ પોલીસ અને 103 સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચોરી ઝડપી પાડવા ચેકીંગ શરૂ કર્યું હતું. જંબુસર ટાઉન, દહેગામ, દેવલા, સિગામ, દયાદરા સહિત આસપાસના ગામોમાં વીજ ચોરી પકડી પાડવા 3600 જેટલા જોડાણો સવારે પોણા 12 વાગ્યા સુધી તપાસવામાં આવ્યા હતા.

Advertisement

ઘરવપરાશના જે પૈકી 119 જોડાણોમાંથી 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજચોરીના આરોપી ગ્રાહકો સામે વીજ ચોરી બદલ કેસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજ કંપનીના મેગા ઓપરેશનમાં સુરત વીજિલન્સના અધિક્ષક ઈજનેર જી.બી. પટેલ અને ભરૂચ સર્કલના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર જી.એન.પટેલ તેમની ટીમો સાથે જોડાયા હતા.


Share

Related posts

આબુ: માઉન્ટ આબુમાં 4 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં વકીલ સાથે પાલનપુર પોલીસે કરેલ અત્યાચાર અંગે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશનને ઠરાવ કરી સમગ્ર બનાવનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!