Proud of Gujarat
FeaturedGujaratINDIA

એપીએમસી કોસંબા દ્વારા કેન્દ્રીય કૃષિલક્ષી બજેટની માહિતીલક્ષી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

Share

એપીએમસી કોસંબા દ્વારા ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ખેડૂત સંમેલન યોજાયું જેમાં કેન્દ્રીય બજેટ 2023 અંતર્ગત કિસાન સહકારલક્ષી લાભકર્તા જોગવાઈઓની માહિતી ખેડૂતોને આપવામાં આવી.

આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે તે માટે કિસાન સુવિધા કેન્દ્રનો ગણપતભાઈ વસાવાના હસ્તે સુભારંભ કરાયો તથા નાના ખેડૂતો પોતાના શાકભાજી અનાજ સહિતના ખેત પેદાશો ગ્રાહકોને સીધા વેચી શકે તે માટે ખેડૂત ગ્રાહક બજારની માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે દેશના લોકપ્રિય વડાપ્રધાન હંમેશા ખેડૂતની આવક ઉત્તરોત્તર વધતી રહે તે માટે પ્રયત્નશીલ છે અને કેન્દ્રના બજેટમાં ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારમાં સૌપ્રથમવાર સહકાર મંત્રાલયની શરૂઆત કરી અમિતભાઈ શાહને જવાબદારી સોંપી સહકાર ક્ષેત્રને પણ વધુ મજબૂત બનાવવાની પહેલ કરી છે. એપીએમસી કોસંબા દ્વારા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ આવું ત્રિવિધ ખેડૂતલક્ષી કાર્યક્રમના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજુભાઈ પાઠકે જણાવ્યું કે 22 % રોજગારી જયારે સહકારી ક્ષેત્રમાંથી મળે છે ત્યારે સરકારની ભાવનાથી સહકારી માળખાને મજબૂત કરવું જરૂરી છે. દિલીપસિંહ રાઠોડે એપીએમસી કોસંબા દ્વારા ખેડૂતો માટે થતા સતત કાર્યક્રમ અને આયોજન અંગે માહિતી આપી હતી.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવીનભાઈ પટેલે કેન્દ્રીય બજેટ અંગે વિશ્લેષણ કર્યું હતું અને સહકારી મંડળીઓને મદદ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. દિપકભાઈ વસાવા એ ગણપતભાઈ વસાવા દ્રારા માંગરોળ ઉમરપાડાના ખેડૂતો માટે સિંચાઈ યોજનાની માહિતી આપી હતી.કૃષિ વૈજ્ઞાનિક જનકસિંહ રાઠોડે શેરડી ડાંગર તથા આંબાના પાક અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સ્વાગત પ્રવચન બજાર સમિતિના વાઇસ ચેરમેન અનિલભાઈ શાહ તથા આભાર વિધિ બજાર સમિતિના ડિરેક્ટર હર્ષદભાઈ ચૌધરીએ કરી હતી.

Advertisement

આ પ્રસંગે મીનાબેન શાહ, મુકુંદભાઈ પટેલ, દેવેન્દ્રસિંહ ચૌહાણ, રાકેશકુમાર સોલંકી, મહાવીરસિંહ પરમાર, અફજલખાન પઠાણ, હરદીપસિંહ અટોદરિયા, અર્જુનસિંહ રાણા, ભગવતી પ્રજાપતિ, મેહુલ શાહ, અમિષાબેન પરમાર, ડો.કર્મવીરસિંહ ડોડીયા, સંકુતલાબેન ચૌધરી, સતિષભાઈ પરમાર, મહેન્દ્રસિંહ રાણા, ભરતસિંહ ગોહિલ, રણજીતસિંહ સોલંકી, તથા એપીએમસી કોસંબાના તમામ ડિરેક્ટરો તથા મોટી સંખ્યામાં સેવા સહકારી મંડળીઓ દૂધ મંડળીઓના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

જામનગરમાં ભોય સમાજ કેવી રીતે ઉજવે છે હોલિકા મહોત્સવ, જાણો…

ProudOfGujarat

વડોદરાની શી ટીમની પોલીસે આપઘાત કરવા ગયેલ પરિણીતાને બચાવી.

ProudOfGujarat

કરજણ તાલુકામાં કોરોના કહેર યથાવત, ૧૧૭૯ શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવાયા જેમાં વલણ ગામમાંથી ૧૧૧ સેમ્પલ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!