Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

Share

બિરલા સેલ્યુલોઝીક કંપની ખરચના CSR ડીપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ ૭ માં પ્રથમ નંબર છાયા પરેશભાઈ વસાવા, દ્રિતીય નંબર રીના વિરમભાઈ વસાવા, તૃતીય નંબર શીતલ રામદેવભાઈ વસાવા જયારે ૮ માં પ્રથમ નંબર રીયા મુકેશભાઈ વસાવા, દ્રિતીય નંબર ઉન્નતિ જગદીશભાઈ વસાવા, તૃતીય નંબર રીટા રામદેવભાઈ વસાવા – શિવાંગી જીતુભાઈ એ મેળવ્યો હતો. તેમને અનુક્રમે 5000,3000,2000 ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીકરીઓના માતા-પિતા,એસ.એમ.સી અધ્યક્ષ વનિતાબેન પટેલ,આચાર્યા પારસબેન પટેલ,શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ તેમજ નિતેશકુમાર ટંડેલ ઉપસ્થિત રહી બાળકોને ચેક આપી સન્માનિત કર્યા હતા. આ ભગીરથ કાર્ય બદલ શાળા પરિવારે બિરલા સેલ્યુલોઝીક કંપની ખરચનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વાપી જીઆઇડીસીની ખાનગી કંપનીની જમીનમાં દાટી દેવાયેલો એક્સપાઈરી ડેટનો મેડિકલનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થતા ભારે ખળભળાટ.

ProudOfGujarat

ગોધરા જ્યારે સસ્તા અનાજની દુકાને પરિવાર સાથે અનાજનો પુરવઠો લેવા આવનારા બાળકો સોશિયલ ડીસ્ટન્સમા જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!